આગામી જુલાઈ સુધીમાં ૨૫ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવાનુ સરકારનું લક્ષ્યાંક : ડૉ. હર્ષવર્ધન

Latest

સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં કોરોનાના લાખો કેસ વચ્ચે એક લાખ લોકોના મોત આ જીવલેણ વાયરસથી થઈ ચુક્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારના મંત્રી હર્ષવર્ધને કોરોનાની વેક્સીનને લઈને મહત્વનું નિવેદન આપ્યુ છે. આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહૃ હતુ કે, ભારત સરકારનુ લક્ષ્ય છે કે, જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૨૫ કરોડ જેટલા ભારતીયોને કોરોનાની વેક્સીન ઉપલબ્ધ કરાવવી. સરકારની યોજના આ વેકિસનના ૫૦ કરોડ જેટલા ડોઝ મેળવવાની અને ઉપયોગની છે. રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં તેમની વસ્તીના કયા ગ્રૂપને વેક્સનની વધારે જરૂર છે તેની જાણકારી આપવા માટે કહ્યું છે. સરકારની પ્રાથમિકતા સ્વાસ્થ્ય કર્મીઓમાં સૌથી પહેલા રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાની છે. તેમણે કહ્યું હતુ કે, વેક્સીનની ખરીદી કેન્દ્રય સ્તરે કરાશે. વેક્સીનની જેટલી પણ ખેપ પહોંચાડાશે તેનુ ટ્રેકિંગ થશે. વેક્સીન પ્રોડક્શન માટે કંપનીઓને સરકાર તમામ પ્રકારનુ સમર્થન આપી રહી છે.ભારત સરકાર વેક્સીન બનાવવા માટેનુ મટિરિયલ ઉપલબ્ધ કરવા માટે પણ પ્રતિબધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *