રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં લીમડી થી આણંદ આવતી એક ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. લીમખેડા અને દુધિયા ની વચ્ચે ફુલપુરી ઘાટમાં લીમડી થી મુસાફરો ભરીને આણંદ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ પલટી જવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા આજુબાજુ વિસ્તારમાં ના લોકોને થતા ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને ફોન કરી બોલાવી હતી. ટ્રવેલ્સ નીચે દબાઈ જતા ૩ વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઉપરાંત અન્ય ૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દુધિયા અને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજકાલ ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સના અકસ્માતોની ઘટના છાસવારે પ્રકાશમાં આવી રહી છે. આ બાબતે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો ડ્રાઈવેરો સાથે યોગ્ય વાતચીત કરી અને સરકાર પણ અને તંત્ર પણ કોઈ નક્કર પગલાં લે અને આવા અકસ્માતો ના સર્જાય તે માટે સાવચેતી રાખે તે ખુબ જરૂરી બન્યું છે.કારણકે ખાનગી
ટ્રાવેલ્સના અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોઈ તેમ જણાઈ રહ્યું છે.