શહેરામાં ટ્રેકટર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,બાઈક સવારનું સારવાર દરમ્યાન મોત.

Panchmahal
રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા

શહેરાના બલૂજીના મુવાડા પાસે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજા થતાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા તાલુકાના બલુજીના મુવાડા પાસે સંતરામપુર તાલુકાના આંજણવા ગામના હરેશભાઈ રણછોડભાઈ ધોરી બાઇક ઉપર પસાર થતી વખતે તેમની બાઇકને ટ્રેક્ટર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થતા ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અકસ્માત જોતા મદદે દોડી આવ્યા હતા. બાઈક અને ટ્રેકટર વચ્ચે બનેલા આ અકસ્માતમાં બાઈક સવાર ને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત બાઈક સવાર હરીશને શરીરે ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *