રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગરુડેશ્વરના થવડિયા મહાદેવ મંદિરના પૂંજારી ને મંદિર છોડી ભગાડી મુકવા ધમકી આપનાર ૪ ભાઈઓ સામે ફરિયાદ.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા થવડિયા ગામમાં આવેલા ઉલકેશ્વર મહાદેવ મંદિર ના પૂંજારી ને મંદિર છોડી ભાગી જાય તેવા હેતુ થી અવાર નવાર હેરાન કરી ધમકી આપનારા ગામના જ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થવડિયા ગામમાં રહેતા ઉલકેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી ગૌરીશંકર ફુલચંદ પંડીત એ આપેલી ફરિયાદ ની પોલીસ તપાસ કરતા એવી હકીકત જાણવા મળી હતી કે આ પૂંજારી ને એ જ ગામના મનુભાઇ નરસીંહભાઇ તડવી અને રઘુભાઇ નરસીંહભાઇ તડવી એ ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે તેમના બીજા ભાઈઓ પૈકી ગોવિંદભાઇ નરસીંહભાઇ તડવી અને બાલુભાઇ નરસીંહભાઇ તડવી એ ભાઈઓને મદદ કરી આ પૂંજારી મંદીર છોડી ભાગી જાય તે હેતુથી અવાર નવાર હેરાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે ચારેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
