રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આવલીકુંડ ગામની નદીમાં ડૂબી જતાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આવલીકુંડ ગામના મનેશકુમાર ગેમજીભાઇ વસાવા (ઉ.વ.આશરે ૪૬) તા-૦૨/૧૦/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યા ના સમયે ખેરપાડા ગામની સીમમા આવેલ ખેતરમા ડાંગરનુ રોપણુ કરેલ હોય જેથી ખેતરમા પાણી વાળવા માટે જવા નિકળેલા અને પરત ઘરે નહી આવતા તેમની શોધખોળ કરતા તા-૦૩/૧૦/૨૦૨૦ ના રોજ આવલીકુંડ ગામે આવેલ નદી કિનારે થી ખેતરે જવાના રસ્તેથી જતા હતા તે વખતે અચાનક નદીના કિનારે થી પગ લપસી જતા નદીના પાણીમા પડી જતા ડુબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળતા સાગબારા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
