રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
દેડીયાપાડા ના યાહામોગી ચાર રસ્તા પાસે ૧૦૮ એમ્બ્યુલન્સે એક મહિલા ને ટક્કર મારતા ઘટના સ્થળે મોત. નર્મદા જિલ્લામાં વર્ષોથી બિમાર દર્દીઓ માટે સારી સેવા આપી લોકોના જીવ બચાવતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આજે એક મહિલા માટે યમદૂત બની હોય તેમ ટક્કર મારી મહિલાનો જીવ લેતા ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૧૦૮ એમ્બ્યુલંસ ગાડીના ચાલકે તા-૦૩/૧૦/૨૦૨૦ ના રોજ પોતાના કબજાની ૧૦૮ એમ્બ્યુલંસ ગાડી દેડીયાપાડા ના યાહામોગી ચાર રસ્તા પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા જમનાબેન હરનીશભાઇ વસાવાને ટક્કર મારી ગંભીર ઇજાઓ કરી સ્થળ પર મોત નીપજાવી આ એમ્બ્યુલંસ ગાડી લઇ ચાલાક નાસી જઇ ગુનો કરતા આ બાબતે ગોવિંદભાઇ વિરજીભાઇ વસાવા એ દેડીયાપડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ૧૦૮ ના ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.