રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગર એસ.ટી.ડેપો બહાર જવાના માર્ગ પર ડભોઇ નગરપાલિકાની આવેલ જગ્યા પર ૨૦૧૩ની સાલમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. જ્યારે આ પ્રતિમા સ્વામી વિવેકાનંદજીના મુખારવિંદ ને મળતી આવતી ન હોવાથી થોડા સમય પછી તેને એ સ્થળેથી ખસેડવામાં આવી હતી અને એની જગ્યાએ નવીન પ્રતિમા સ્વામી વિવેકાનંદજીની લાવી ને મુકવામાં આવશે. તેમ જે તે સમયે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને તે જગ્યાએથી ખસેડી લીધી આજે વર્ષો વીતી ગયા છતાં પણ આ જગ્યા પર આજદિન સુધી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકવામાં આવેલ નથી અને આ સર્કલ હાલમાં પણ પ્રતિમા ની આતુરતા પૂર્વક રાહ જોઇ રહેલું જોવા મળે છે.આ માર્ગ પરથી પસાર થતા નગરજનો અને મુસાફરો માં એક ચર્ચાનો વિષય બન્યો છે કે સ્વામીવિવેકાનંદજીની પ્રતિમા નવીન બનીને આજદિન સુધી કેમ આવેલ નથી ? ડભોઇ નગરપાલિકા દ્વારા સને ૨૦૧૩ ની સાલમાં એસ.ટી ડેપો બહાર નગરપાલિકાની જગ્યામાં સર્કલ બનાવીને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. આ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મુકવા માટે જે તે સમયના નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર સાઈ દર્શન બંગ્લોઝ વાલા બાલુભાઇ પટેલ ના સૌજન્યથી સર્કલ બનાવી તેની પર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. આ પ્રતિમાની અનાવરણ વિધિ નો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેની અનાવરણ વિધિ તે સમયના ધારાસભ્ય બાલકૃણ પટેલ ઢોલારવાલા ના હસ્તે કરવામાં આવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ડો બી.જે બ્રહ્મભટ્ટ હતાં. અને નગરપાલિકાના સત્તાધીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમાથી ડભોઈની ઐતિહાસિક ગરીમા માં વધારો થયો છે તેમ જણાવ્યું હતું નાયબ કલેકટર દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીની સતાબ્દી પર્વ તેમના વિચારો અને પ્રેરણા ના દર્શન આ પ્રતિમા દ્વારા યુવાનોને મળી રહેશે. આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સત્વરે તે જગ્યાએ નવી લાવી મૂકવામાં આવે તેવી માંગ ડભોઇ ની જનતા એ ઉઠાવી હતી.
