પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ ૩૯ બાળકોને માસિક રૂ. ૩,૦૦૦ ની અને શેરો પોઝિટિવ ઈલનેસ અંતર્ગત ૪૮ બાળકોની શિષ્યવૃતિ સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ફોસ્ટર કેર યોજના અંતર્ગત એક અરજી મંજૂર થઈ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ સમિતીની બેઠકમાં સપ્ટેમ્બર-૨૦૨૦માં કુલ ૩૯ અનાથ અને નિરાધાર બાળકોની રૂ. ૩,૦૦૦/-ની માસિક સહાય મંજૂર કરવામાં આવી હતી. હાલમાં કુલ ૯૫૭ અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના અભ્યાસ અને સંતુલિત વિકાસ કરવાના હેતુથી પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક રૂ.૩,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦ થી વધુ હોવી જરૂરી છે.
બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૪૮ બાળકોને શિષ્યવૃતિ સહાય પણ મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની શેરો પોઝિટિવ ઈલનેસ યોજના અંતર્ગત અસરગ્રસ્ત માતા-પિતાના બાળકોને અભ્યાસ મુજબ શિષ્યવૃતિનો લાભ આપવાની જોગવાઈ છે. વધુમાં ફોસ્ટર કેર યોજના અંતર્ગત ૧ અરજીને મંજૂરી આપવામાં આવી હતી. ફોસ્ટર કેર યોજના બાળ સંભાળ ગૃહમાં રહેતા ૬ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને પારિવારિક ઉછેર મળી શકે તે માટેની યોજના છે. પંચમહાલ વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે પરંતુ હાલ પણ તેની ગણતરી રાજ્યના એક પછાત જિલ્લા તરીકે કરવામાં આવે છે. જયારે બાળકના માથેથી માં બાપ નું છત્ર છીનવાઈ ગયું હોઈ ત્યારે તેવા બાળકો અન્ય પરિવારજનો તેમજ સગાઓ પર બોજ બની જાય છે. ત્યારે તેવા બાળકો નું શિક્ષણ અધૂરું રહી જાય છે ત્યારે તેમનું ભવિષ્ય અંધકાર મય થઇ જાય છે.ત્યારે આ અંધકારમાં આશાના કિરણ સમી સંવેદનશીલ ગુજરાત સરકારની યોજનાથી પંચમહાલ જિલ્લાના આનાથ વળાંકોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ યોજના એક સોનેરી તક સમાન છે.આ યોજનાનો લાભ લઇ બાળકો શિક્ષણ મેળવી ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે જરૂરી પીઠબળ પૂરું પાડશે.
