આજ રોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૦ ના અર્બન હેલ્થ સેન્ટર, ફુવારા ચોક ખાતે જીલ્લા આરોગ્ય તંત્ર મહીસાગર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા તેમજ જે .સી .આઈ લુણાવાડાના સહયોગથી સગર્ભા માતા ,પ્રસુતા ,ગંભીર અકસ્માત પીડિત ,ગંભીર અને જીવલેણ બીમારી ધરાવતા વ્યક્તિઓના જીવન રક્ષણ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં લુણાવાડા નગરના તેમજ આસપાસના ગામના સેવાભાવી વ્યક્તિઓએ ઉત્સાહભેર રક્તદાન કરેલું હતું . અને કુલ ૫૧ યુનીટનું બ્લડ કલેક્શન કરવામાં આવેલું હતું.
રક્તદાન શિબિર દરમિયાન હાલમાં COVID-19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી રક્તદાતાઓએ સોશ્યિલ ડીસ્ટસિંગ, હેન્ડ સેનેટાઈઝેશન તેમજ માસ્કનો ઉપયોગ કરી શિસ્તબદ્ધ રીતે રક્તદાન કરેલું હતું . તમામ રક્તદાતાઓને માસ્ક તેમજ હેન્ડ સેનેટાઈઝર તેમજ રક્તદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર નું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર દ્વરા કરવામાં આવેલું હતું. તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તબીબ ડો.ચૌહાણ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના તબીબ ડો.મમતાબેન માનવૈત એ સૌ રક્તદાતાઓનો આભાર માની રક્તદાન શિબિરને પૂર્ણ જાહેર કરેલ હતી. વધુમાં અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના કર્મચારી ગણ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના તબીબી અધિકારી (આયુષ ) ડો.કલ્પેશ એમ સુથાર તથા અર્બન ડી .પી .સી, ડો.દક્ષેશ પટેલ એ અથાગ મહેનત કરી, માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ .ડો .એસ .બી .શાહના માર્ગદર્શન હેઠળ કેમ્પને સફળ બનાવેલ હતો.