રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
ઉત્તર પ્રદેશ રાજયના હાથરસ ગામે વાલ્મિકી સમાજ ની યુવતી મનિષાબેન વાલ્મિકીનું ચાર નરાધમો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યાંથી આ ચાર નરાધમો ના અટકતા મનીષાબેન ની જીભ કાપી નાખેલ હતી તથા શરીરના અન્ય અંગો ને તોડી નાખતા ફેકચર થઈ ગયેલ હતા સારવાર દરમિયાન મનિષાબેન નું તારીખ ૩૦ / ૦૯ / ૨૦૨૦ ના રોજ મૃત્યુ થયેલ હતું. આખા ભારતમાં અત્યારે બેટી – બચાવો , બેટી – પઢાવોનો પ્રચાર જોર જોરથી કરવામાં આવે છે . આવી જ રીતે બળાત્કારની ઘટનાઓ બની રહેશે તો કોઈપણ માં – બાપ પોતાની લાડકવાયી દીકરી ને ઘરની બહાર મોકલતા પહેલા સોવાર વિચાર કરશે અવાર નવાર આવી ઘટનાઓ વચ્ચે શું ખરેખર આપણે રામરાજ્યની આશા રાખી શકીએ આ ધટનાથી સમગ્ર ભારત હચમચી ઉઠયુ છે . ત્યારે આવા બળાત્કારીઓ સામે ન્યાયિક તપાસ થાય અને આવા આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ થાય અને આવા આરોપીઓને મૃત્યુ દંડ ફાસીની સજા થાય એવી માંગણી સાથે મહા દલિત પરીસંઘ ધોરાજી દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવે છે.