રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વાલ્મીકિ ઋષી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મીકિ સમાજની દીકરી પર થયેલા અત્યાચાર અને ગેંગરેપ થી દીકરીનું મૃત્યુ થતા,આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે આવી ઘટનાથી સમાજ દીકરીને જન્મ પણ ના આપવા દે તેવી નીંદનીય ઘટના બની છે, ત્યારે આ ઘટના માં જોડાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી સાથે વાલ્મીકિ ઋષિ સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.