રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માકવા મુકામે મોદજ-માકવા ગામ વચ્ચે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનુ ખાતમુર્હુત તેમજ વિવિધ વિકાસ ના કામોનું લોકાર્પણ /ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આળ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલના હસ્તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મોદજ માંકવા ગામે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનું ખાતમૂહુર્ત અંદાજીત રકમ ૭૦૦ લાખના ખર્ચે કપડવંજ તાલુકાના તૈયબપુરા બાપુજીના મુવાડા વડાલી કપડવંજ તાલુકાના આજુબાજુના ગામોમાં કુલ રૂા.૧૧૮૮ લાખના ખર્ચે કરવામાં આવનાર છે. કઠલાલ તાલુકાના એન.એચ.એસ.૪૭ , ૧૮૮ અને ૧૪૧ ને જાેડતાં ફાગવેલ ખાખરીયા વન બામણીયા પાટીયા રોડને પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ ૧૦૨૭.૬૯ લાખના ખર્ચે કરવામાં આવશે.