પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી.

Panchmahal

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી

મોટર સાયકલ/એલએમવી કાર તેમજ અન્ય વાહનો માટેની પૂરી થયેલી સિરીઝના બાકી રહી ગયેલા નંબર ફાળવાશે

ગોધરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરસાયકલ/એલએમવી (મોટર કાર) તેમજ અન્ય વાહનો માટેની જૂની પૂરી થઈ ગયેલી નંબરોની સિરીઝમાં બાકી રહી ગયેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના નંબરો ફાળવવા માટે હરાજી કરાવવામાં આવશે. જેમાં પસંદગીના નંબરો મેળવવા માંગતા અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈચ્છુક અરજદારોએ તા. ૦૫/૧૦/૨૦૨૦ના સવારે ૧૦.૩૦ કલાકથી તા. ૧૧/૧૦/૨૦૨૦ સાંજે ૧૮.૦૦ કલાક સુધીનો સમય રહેશે. બિડીંગનો સમય તા. ૧૨/૧૦/૨૦૨૦ના સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૧૮.૧૦ કલાક સુધી રહેશે. ત્યારબાદ તા. ૧૪/૧૦/૨૦૨૦ના રોજથી પસંદગીના નંબરોની ફાળવણી કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા માટેની અરજી વેબસાઈટ https:parivahan.gov.in/fancy/ પર કરવાની રહેશે. પંસદગીનો નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તેઓના વાહનનો કર ભર્યાની તારીખથી દિન-૭ (સાત)ની અંદર ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ પર જઈ સીએનએ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો અરજદાર સદર સીએનએ ફોર્મ ભરવાનું ચૂકી જશે તો પસંદગીનો નંબર મેળવવા માટે યોગ્યતા ધરાવશે નહીં તેમ ગોધરાની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *