રિપોર્ટર મકસુદ પટેલ. આમોદ
દહેજ થી પગપાળા ચાલી નીકળી પડ્યા પોતાના માદરે વતન પરત ફરવા પરપ્રાંતીયો પરંતુ આમોદના સરભાણ ગામે પોલીસે અટકાવ્યા.
પરપ્રાંતિય મજૂરો ભુખ્યા હોવાથી તેમનો ખાણીપીણીનો તેમજ રહેવાનો બંદોબસ્ત કરી તેમને માદરે વતન કેવી રીતે પહોંચાડવા તેની કવાયત હાથ ધરી
સમગ્ર ભારત દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે જેથી ધંધારોજગાર પડી ભાંગ્યા છે. જેને લઇ અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાતમાં પોતાના જીવન જરૂરિયાત માટે કમાણી કરવા આવતા પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ પગપાળા ચાલતા નીકળી પડ્યા છે એવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પગપાળા ચાલી નીકળી પડેલા લોકોને પોલીસ અટકાવી રહી છે ત્યારે તેઓ પોલીસ સાથે પણ ઘર્ષણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે પોલીસ પણ પોતાની ફરજ બજાવી તેમને સમજાવી પૂરતા પ્રયાસો કરી રહી છે.
ત્યારે આજે આવી જ એક પરપ્રાંતિય મજૂરોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આમોદ તાલુકાના સરભાણ ચોકડી ઉપર આમોદ પોલીસ પોતાની ફરજ બજાવી રહી હતી ત્યારે તેમની નજર પગપાળા ચાલી રહેલા ૫ જેટલા ઈસમો પર પડતા આમોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિત બે પોલીસ જવાનોએ તેમને અટકાવ્યા હતા એમને અટકાવી પૂછતાછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મઘ્યપ્રદેશ ના રહેવાસી છે અને પોતાના પરિવારના ભરણપોષણ માટે અહી ગુજરાતમાં આવેલ દહેજ ઈનડસ્ટ્રીઝ માં કમાણી અર્થે આવ્યા છે. પરંતુ ખાવા પીવાના પૈસા ખૂટી પડતાં તેઓએ પગપાળા ચાલી પોતાના માદરે વતન તરફ દોટ મુકી છે તેમ જણાવતા તેમને પોલીસે અટકાવી તેમને ખાવા પીવાનો તેમજ રહેવાની વ્યવસ્થા કરી અને ત્યાંના સરભાણ ગામના આગેવાનોએ તેમને પોતાના વતન પરત ફરી શકે તે માટે ઓનલાઇન અરજી કરી તેમને ઘરે પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા, પોલીસે તેમજ ગામના આગેવાનોએ પોતાનું કર્તવ્ય નિભાવી દેશપ્રેમી હોવાનું એક ઉત્તમ ઉદાહરણ સાર્થક કરી બતાવ્યું.