સંતરામપુર થી ગોધરા તરફ આવતી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.

Godhra

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે સંતરામપુર થી ગોધરા આવી રહેલી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સ ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બે મહિલા ના મોત થવા સાથે અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ગોધરા સંતરામપુર માર્ગ પર મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના વળાંકમાં ખાનગી લકઝરી ટ્રાવેલ્સ ના ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા લકઝરી પલટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં બે મહિલાઓ ને વધુ ગંભીર ઇજાઓ થતા કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ થી વધુ અન્ય મુસાફરો ને શરીરે નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પગલે આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા.પોલીસને ઘટનાની જાણ થતા મોરવાહડફ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા ખાનગી વાહન ચાલકો પોલીસ ને ભરણ ભરી પોતાનું વાહન બેફામ અને ગફલત ભરી રીતે હંકારતા હોય છે. જાણે કે એમને કોઈ કહેવા વાળું છે જ નહીં.ત્યારે આ મામલે પણ પોલીસ તંત્ર કડક હાથે પગલાં લે અને ગતિ બહાર જતા બેફામ ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરે તે પણ જરૂરી છે. અવાર નવાર પંચમહાલ માં બનતા ખાનગી ટ્રાવેલ્સના અકસ્માતો તરફ તંત્રએ ગંભીર ધ્યાન આપવાની માંગ ઉઠી છે.

બોક્સ: એક સપ્તાહ માં આ સતત બીજી આ જ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને લઇ ને અનેક સવાલો ઉભા થયા છે તો શું ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ નહિ પહેરનારાઓ સામે બાઝ નજર રાખી મોટા તગડા દંડ વસૂલીને સરકારી તિજોરીઓ ભરવામાં જ રસ ધરાવે છે આવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *