રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદમાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુર્ષકૃત્યનો વીડિયો વાયરલ થતા સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે. જો કે અચંભાની વાત તો એ છે કે હળવદની માળિયા ચોકડી પાસે આવેલ ટ્રાફિક ચોકીમાં જ એક યુવક અસ્થિર મગજની જણાતી યુવતી સાથે ગુરૂવારના આશરે ૧૦ વાગ્યાની આસપાસ દુષ્કર્મ આચર્યું હતુ. વિડીયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસના જવાનોએ એજ દિવસે બપોરના બે વાગ્યાની આસપાસ ટ્રેકટર લઇને આવીને આ ચોકીનો તમામ સામાન ભરીને જતા રહ્યા હતા. જેના કારણે નગરજનોમાં પોલીસ પ્રત્યે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હળવદ પંથકમાં વીડિયો વાયરલ થવાની ઘટના સામે આવવાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે પોલીસના પોઇન્ટમાં આ માસુમ બાળકી સામે યુવતી સાથે દૃશ્કૃત્ય થયેલ છે જેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? કારણ કે ઉત્તર પ્રદેશમાં યુવતી સાથે રેપ થયા નો મામલો હજુ શાંત થયો નથી. અને બીજી એ વાત છે કે પોલીસ આ ઘટનામાં કંઇને કંઇ છુપાવી રહી છે. હળવદ પીઆઇ કહે છે, સોશિયલ મિડીયા મારફતે ઘટનાની ખબર પડી છે પરંતુ આ જગ્યાએ ટ્રાફિક પોલીસ ચોકી છે કે નહીં તે અંગે મને ખબર નથી. જ્યારે એસપી કહી રહ્યા છે કે, હાલમાં તપાસ ચાલુ છે પરંતુ વધુ વિગતો પી.આઇ ને ખબર હોય તેમ કહીને છટકબારી કરી હતી.