જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામના ખેડુતે વન્ય પ્રાણી પ્રત્યે માનવતા દાખવી નિલગાયના બચ્ચાને વન વિભાગને સોંપ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડુતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે મોટી ઘંસારી ગામની સિમમાં હરિસિંહ રાયજાદાના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ અન્ય વિસ્તારમાં જતા રહેતાં ખેતરમાં રહેલું એકલું નિરાધાર બચ્ચું ખેડુતના દયાને આવતાં બચ્ચાને ખેતરમાંથી પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં સલામત રાખી દુધ પીવડાવી માવજત કરવામાં આવી બે દિવસ સુધી નીલગાય તેમના વિખુટા પડેલ બચ્ચા પાસે ન આવતાં ખેડુતે વન વિભાગને જાણ કરતા વનપાલ વી.કે.સામળા મોટીઘંસારી હરિસિંહ રાયજાદાના ખેતરેથી નીલગાયનું બચ્ચું લઈ જઈ પ્રાથમિક સારવાર માટે મોકલેલ જયાથી પ્રાથમિક સારવાર બાદ સ્થાનિક જંગલમાં રાખવામાં આવશે તેમ છતાં બચ્ચાને તેમની માતા સાથે મિલન નહી થાય તો પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપવામાં આવનાર હોવાનું વનપાલ વી. કે. સામળાએ જણાવ્યું હતું. ખેડુતોના ચોમાસુ તથા શિયાળુ ખેત પેદાશોમાં નીલગાય ભુંડ સહીતના જંગલી પ્રાણીઓ નુકશાન પણ પહોંચાડતા દિવસ રાત રખોપું કરતા હોય છે. છતાં પણ નિરાધાર નિલગાયના બચ્ચાને ખેડુત દ્વારા રહેવાની દુધની વ્યવસ્થા સાથે માવજત કરી વન વિભાગને સોંપી માનવતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *