વડોદરા: કારમાં દેશી દારૂની હેરફેર કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

નવાયાર્ડ નાળા પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું હતું. કોઈને શંકા ન જાય તે માટે કારનો ચાલક ON DUTY GOVT OF GUJART ની પ્લેટ લગાવી ફરતો હતો. ફતેગંજ પોલીસે કાર અને દેશી દારૂના જથ્થા સાથે દંપતીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેગંજ પોલીસ ને માહિતી મળી હતી કે નવાયાર્ડ નાળા પાસેથી કારમાં મહિલા દેશી દારૂ લઈને પસાર થનાર છે, પોલીસે વોચ ગોઠવી એક કારને ઝડપી પાડી હતી. કાર પર ON DUTY GOVT OF GUJART લખેલી પ્લેટ મળી આવી હતી. કારનો ચાલક અને કારમાં સવાર મહિલાને ઉતારી તેમની પૂછપરછ કરતાં તેઓએ નવાયાર્ડ રસુલજીની ચાલમાં રહેતા ભાગ્યશ્રી અને નરેશ વણકર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારમાં રહેલી થેલીની તપાસ કરતા તેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર જપ્ત કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કારમાં સરદાર સરોવર ડેમના અઘિકારીઓને લાવવા લઈ જવામાં આવતા હતા જોકે પોલીસ રોકે નહી તે માટે નરેશ વણકર પ્લેટ લગાવી ફરતો હતો આ કાર કોન્ટ્રાકટ હેઠળ ચાલતી હતી.જે કોંટ્રાક્ટ નો લાભ લઇ આ ભાગ્યશ્રી અને નરેશ વણકર જેઓ પતિ પત્ની હોવાનું જાણવા મળેલ છે જેઓ આ કારનો ઉપયોગ દેશી દારૂની હેરફેર માટે ગેરકાયદેસર રીતે કરતા હોવાનું જણાઈ આવતા પોલીસે કારને પોતાની કસ્ટડીમાં લઇ આગળની વધુ કાર્યવાહી માટે આ દંપતીની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *