કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. ગુજરાતના અમદાવાદમાં કોરોના ભયાનક સ્તરને પાર કરવા માંડ્યો છે. સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ આવ્યા છે. બીજી બાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે. સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.