રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે વ્રજમાં વાંસળી વગાડતા ત્યારે જાણે કે આખા વ્રજમાં નવી ચેતનાનો સંચાર ! થતો યમુનાના નીરથી લઈને પશુ પક્ષી વનસ્પતિ વ્રજવાસીઓ અને જડ ચેતન બઘામા એમનો વેનું નાદ ઉત્સાહ અને ઉમંગ ભરતો કદાચ સમગ્ર સૃષ્ટિમાં સકારાત્મક ચેતના નો સંગીત દ્વારા સંચાર કરવાનો એ પ્રથમ પ્રયોગ હશે. સંગીત ચેતના જગાવે છે અને સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. એટલે દર્દીઓની સારવારમાં દવાઓની સાથે સંગીત દ્વારા ઉપચાર જગતમાં સ્વીકૃત થયો છે એ રોગમાંથી સાજા થવાની મનની સંકલ્પ શકિતને કેળવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને સયાજી હોસ્પિટલની કોવિડ સારવાર સુવિધામાં સંગીત ઉપચાર એટલે કે મ્યુઝિક થેરાપી ઉમેરવામાં આવી છે જે સારવાર હેઠળના દર્દીઓને પ્રકૂલિત રાખશે તેની સાથે દર્દીઓની શ્વસન ક્રિયાને સમતોલ અને સામાન્ય રાખવા હાસ્ય ચિકિત્સા અને સામૂહિક રમત ચિકિત્સાનો આઘાર લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત યોગ અને વિવિધ પ્રકારની કસરતો ફિઝિયોથેરાપી વિભાગના સહયોગથી કરાવવામાં આવી જ રહી છે. આ નોના મેડિકલ ઉપચારોનો મુખ્ય આશય સાજા થવાની સંકલ્પ શક્તિ કેળવવાનો અને તેના દ્વારા દર્દીઓમાં સાજા થવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે. સયાજી હોસ્પિટલ ખાતેના દરેક માળ પર સંગીતના પ્રસારણ માટે ૨૦ થી વધુ સ્પીકર લગાવવામાં આવી રહ્યા છે.