બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા આજે પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે તુરંત લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે, ત્યારે આજે પ્રદેશ મહામંત્રી હરેશભાઇ ના જન્મદિવસ નિમિત્તે મીત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુંદરપુરા સરકારી હાઈસ્કુલ પાસે આજે મીત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ ૧૦૦ થી વધુ યુનિટ એકત્રિત કર્યુ, અત્યાર સુધીમાં મીત ગ્રુપ દ્વારા આ ૪ થો રક્તદાન કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જરૂરતમંદોને આ ગ્રુપ દ્વારા ૨૫૦૦થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે, આજે રક્તદાન કેમ્પમાં મોટા પાયે લોકો રક્તદાન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી હરેશભાઇ વસાવાનો જન્મદિવસ હોય તે નિમિત્તે રાજપીપળા હરેશભાઈ ના જન્મદિવસ નિમિત્તે યુથ કોંગ્રેસના કાર્યકરો તથા હરેશભાઈના શુભચિંતકો અને મિત્રો પોતાનું બ્લડ આપી અનેક જિંદગીઓ બચાવશે અને આજના દિવસે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ તથા તેમના ચાહકો આજના દિવસે હરેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ નિરોગી અને લોકોની સેવા કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી. તથા હરેશભાઈ વસાવાએ કોરોના કાળના સમયે અને ગરીબોને ભોજન ખવડાવી દુઆઓ લીધી હતી. તથા જ્યારે પણ નર્મદા જિલ્લામાં જરૂરિયાત મંદ તથા નગરજનો કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ એમની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહે છે અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ નગરજનો માટે લડતા રહે છે તો આજ ના દિવસ કે હરેશભાઈ વસાવાને આજ પ્રમાણેની જન સેવા કરવા કુદરત તાકાત આપે તેવી શુભકામના. તેઓ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેઓના ઉમદા કાર્યના લીધે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારમાં તેઓ પ્રચલીત છે.