બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા
૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય મહાસંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી જે મહાત્મા ગાંધીના નામ થી વિશ્વમાં જાણીતા થયા તેવા મહાત્માની ૧૫૧મી જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નંદઘર ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૦ ગામની કિશોરીઓ તથા આંગણવાડી કાર્યકર, તેડાગર તથા ગામમાંથી આવેલ મહિલાઓને શાળાના મેદાનમાં સામાજિક અંતર રાખી બેસાડવામાં આવી હતી. ત્યારબાદ પોષણ આરતી કરી હેન્ડવોશિંગ કરાવી હેન્ડવોશિંગ કીટ અને સહભાગી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંબાવ ગામના સરપંચ ધ્રુવલભાઈ પટેલ, અંબાવ ગામના તલાટીકમમંત્રી તથા આંગણવાડીના આશાબેન પ્રજાપતિ તથા અન્ય આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.