બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના કઠલાલમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા જેમાં સરકાર દ્વારા ખેડૂત વિરોધી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેમજ શિક્ષણ ફી બાબતે સરકાર સામે અસંતોષ વ્યક્ત કરાયો કારણ કે સ્કૂલો બંધ હોવા છતાં ફી માંગવામાં આવી રહી છે. આવા મુદ્દાઓને લઇ ધરણા યોજાયા જેમાં કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સનાભાઈ સોઢા પરમાર, કઠલાલ શહેર પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, એ.પી.એમ.સી વાઇસ પ્રેસિડેન્ટ લીલા ભાઈ રાઠોડ, કનિયલ તાલુકા પંચાયત સભ્ય બાદરસિંહ બરયા, એસ.કે વોહરા સહીત કોંગ્રેસ કાર્યકરો ધારણામાં જોડાયા હતા. કઠલાલ પોલીસે આ તમામ કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવાય હતા.