બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના નશાબંધી અને આબકારી ખાતા નર્મદા જિલ્લા દ્વારા નશાબંધી સપ્તાહ ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સહયોગથી શાળા નંબર ૪ માં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી, સાથે-સાથે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું. તેમાં બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર અનિલભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્તિ ના ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું કાર્યક્રમ માં હાજર તમામ બહેનો ને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા તેમજ રાજા ભરથરી સુનિલભાઈ ચાવડા એ પ્રોજેક્ટના માધ્યમથી માહિતી આપી વ્યસન થી થતા નુકસાન વિષે સમજણ આપી ગુજરાતને વ્યસન મુકત બનાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમનો આજે શ્રી અન્નપુર્ણ ફાઉન્ડેશને નવો ચીલો ચિતર્યો હતો મુખ્ય અતિથિ તરીકે નગર પાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ હાજર રહયા હતા, નેહા બેન પરમાર, કિંજલબેન તડવી અને અન્નપૂર્ણા ફાઉન્ડેશનના કલ્પેશભાઈ મહાજન, નમિતા બેન મકવાણા, બીપીનભાઈ વ્યાસ, રાકેશભાઈ પંચોલી, અંકુરભાઇ ઋષિ, પ્રદીપભાઈ સિંધા, દમયંતી બા સિંધા વગેરે લોકોએ ભાગ લઈને પ્રોગ્રામને વધાવ્યો હતો.
