રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી માં જગત જનની નું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે.
શક્તિ પીઠ અંબાજી માં દરવર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાથે આવે છે અને પોતાની આસ્થા અનુરૂપ મનોકામના પૂર્ણ થતાં મંદિર માં દાન સ્વરૂપ રૂપિયા સોનુ ચાંદી અર્પણ કરતા હોય છે. આજે રાજકોટ ના એક માઇભક્તે પણ સોનાના બિસ્કિટ દાન કર્યા હતા જેનું વજન ૧૨૬૯ ગ્રામ હતું. રાજકોટ ના માઇભક્ત દ્વારા સોનાની બિસ્કિટ ની અંદજીત રકમ ૬૮ લાખ ૨૦ હજાર ૮૭૫ રૂપિયા થાય છે.