મોરબી: ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે

ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ ઘટના ના આરોપીઓ ને વહેલામાં વહેલી તકે ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાંજે હળવદ શહેર ના સરાનાકા ખાતે સ્વ.મનીષાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ નું કાર્યક્રમ નું આયોજન પણ કર્યું હતુ અને હાજર સર્વે યુવાનો એ આ માનવતા ને લજવે તેવી ઘટના ને સખત શબ્દો માં વખોડી છે સાથે સાથે તાજેતર માં દેશ ના વિવિધ વિસ્તાર રાજસ્થાન અલવર , મેરઠ અને બલરામપુર માં બનેલી દુષ્કર્મ ની ઘટના ને પણ સખત શબ્દો માં વખોડી અને બળાત્કારીઓ ને કડક માં કડક અને મૃત્યુદંડ ની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *