રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ હીંચકારી અને હ્ર્દય કંપાવી નાખે તેવી બળાત્કારની ઘટનામાં મૃત્યુ પામેલ મનીશા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.
વાલ્મીકિ સમાજના તમામ લોકોએ મીણબત્તી સળગાવી ૨ મિનિટ મૌન પાળી મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.
વાલ્મીકિ સમાજ માંગરોળ દ્વારા આ હીંચકારી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી અને મૃતકના બળાત્કાર તેમજ ત્યારબાદની ઘટનાઓમાં જેટલા લોકો પણ સામેલ હીય તેમને કડક સજા કરવા માંગણી કરી હતી અને જો ન્યાય નહીં મળે તો રસ્તા પર ઉતરી આંદોલનની પણ ચીમકી આપી હતી.