સેવાલિયા પોલીસની ટીમે ડીઝલ ચોરી કરવાવાળી ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડ્યા.

Kheda Latest
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ફતેસિંહ તથા ભરતભાઈ વિનોદભાઈ અને તેમની ટીમ આજે પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી કાંકણપુર ધરી તરફથી થર્મલ બાજુ ડીઝલ ચોરીના કેરબા સાથે આવે છે તેથી અર્જુનસિંહ અને તેમની ટીમે પીપળીયા નર્મદા કેનાલના સાયફન પર વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને રોકી ચેક કરતા તેમાં ચાર ઈસમો સવાર હતા ગાડીમાં રહેલા ચાર ઈસમોની પૂછપરછ કરતા તેઓનું નામ ગૌરાંગ પરમાર, મહેશ ચૌહાણ, પ્રકાશ પરમાર,તથા જીગ્નેશ પરમાર તમામ રહેવાસી મેરાકુવા(ડેસર)ના હોવાનું જણાવ્યું હતું તેઓ પાસે ૫ નંગ કેરબામાં રૂ.૨૪૫૦ ની કિંમતનું ૩૫ લીટર ડીઝલ મળી આવ્યું હતું. આ ઈસમો પાસે બિલ માંગતા તેમની પાસે કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા ન હતા જેથી આ મુદ્દામાલ ચોરી કરી નહી તો છળકપટથી મેળવેલા હોવાનું પોલીસને જણાયું હતું. તેમના અંગ ઝડતી માંથી ૪ નંગ મોબાઈલ કિં.રૂ ૫૨૦૦ તથા ઇકો ગાડી કિં.રૂ ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૭,૭૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *