રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનું વેચાણ કરનારા વેપારીઓએ પણ હવે એકસપાયરી ડેટ લખવી પડશે તેવો કાયદો બનાવવામાં આવતા તેનો અમલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી શરૂ કર્યો છે જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો નું ચેકિગ શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં મીઠાઈના વેપારીઓ માટે નિયમ બનાવ્યો છે કે મીઠાઈની બનાવટ પછી કેટલા દિવસ સુધી તે ખાવા યોગ્ય છે તે પ્રમાણે એકસપાયરી ડેટ લગાવવાની રહેશે.મીઠાઈ વેચતા વેપારીઓ માટે આ નિયમ લાગુ થતાં વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે પરંતુ તેનો અમલ કરવાની શરૂઆત આજ થી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજે અઘિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશભાઈ વેઘની સુચના મુજબ ફુડ ઈન્સપેકટર ની બે ટીમ દ્વારા વડોદરા શહેરના સમા નિઝામપુરા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનો પર ચેકિગ શરૂ કર્યું હતું તે સાથે સાથે વ્યાપારીઓને આ નવા નિયમોની સમજ પણ આપી હતી મીઠાઈ ની દુકાન ના માલિકો દ્વારા પેકિંગ કરેલી મીઠાઈના બોકસ પર તારીખ મારવાની રહેશે. તે પ્રમાણેની સૂચના આપવામાં આવી હતી.