મહીસાગર: મુશ્કેલ પરીસ્થિતિમાં શ્રમજીવી પરીવારો માટે મનરેગા બન્યુ હતું આશાનું કિરણ ! પરંતુ નાણાં મેળવવા કચેરીઓના ધક્કા.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

કોરોનાના કપરા કાળમાં તળાવ ઊંડું કરવાની કાળી મજૂરી કરનાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં મધવાસ નવી વસાહત ૧૭થી વધુ શ્રમજીવીઓને મનરેગા અંતર્ગત રોજગારીના નાણાં ન મળતાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં મનરેગામાં રોજગારીના નાણાં ચૂકવવાની પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે.

લુણાવાડા તાલુકા પંચાયતના માધ્યમથી મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે મધવાસ નવી વસાહતના ખાંટ રમણભાઈ સહિત ૧૭ થી વધુ અરજદારોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, તેઓએ ૪ અઠવાડીયાથી વધુ સમયતળાવ ઊંડું કરવાની કામગીરી કરી છે પરંતુ તેમને મહેનતાણાના નાણાં આજદિન સુધી મળ્યા નથી. બીજી તરફ કોરોનાની મુશ્કેલ પરીસ્થિતિમાં શ્રમજીવી પરિવારો માટે સરકારે આશાનું કિરણ બનીને આવેલી મનરેગા યોજનામાં મહેનતાનાના નાણાં હજુ સુધી ન મળતાં અનેક સવાલો ઊભા થયા છે. મધવાસ ગામના તલાટીને આ અંગે પૂછપરછ માટે કોલ કરતાં ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.

સરકારની ઓનલાઈન નાણાં ચૂકવવાની ડી.બી.ટી પ્રક્રિયામાં કોઈ ખામી સર્જાઈ હોય કે પછી સરપંચ, તલાટી, સુપરવાઇઝર, કારકુન, હાજરી પૂરનાર,તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી, કર્મચારીઓ દ્વારા કોઈ અધૂરી કામગીરીનો ભોગ શ્રમજીવીઓ બન્યા હોય આ અંગે સત્વરે તપાસ કરી મનરેગા અંતર્ગત રોજગારીના નાણાં ચૂકવવા માંગ ઉઠી છે.

અરજી મળી છે,તપાસ કરી કાર્યવાહી કરીશું

મધવાસ નવી વસાહતના અરજદારોની અરજી મળી છે વિભાગના કર્મચારીઓ સાથે પરામર્શ કરી તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મસ્ટર જનરેટ થયું છે કે કેમ ? હાજરી પુરાવામાં આવી છે કે કેમ ? જોબકાર્ડ બન્યા છે કે કેમ? આ તમામ બાબતોની પ્રાથમિક તપાસ કર્યા પછી આ અંગે કશું કહી શકું.- આર.વી.ડામોર, તાલુકા વિકાસ અધિકારી લુણાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *