કાલોલના ૩૬૬ જેટલા શ્રમિકો ને વહીવટી તંત્ર દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા.

Kalol Madhya Gujarat

બિહાર અને ઉત્તરપ્રદેશની સરકારએ ગુજરાતમાં રહેતા પોતાના રાજ્યના નાગરિકો ને જે તે રાજ્યમાં પરત લેવામાં સંમતિ દર્શાવતા હોય ગુજરાત રાજ્ય માંથી ઉપરાંત પ્રાંત ના શ્રમિકો ને ચોક્કસ પરમીટ ના આધારે સ્પેશ્યલ ટ્રેનો દ્વારા પોતાના વતન પરત મોકલવા ની વ્યવસ્થા કરેલ છે.


રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરપ્રદેશના શ્રમજીવીઓને સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગોધરા થી ઉત્તરપ્રદેશ ના કાસગંજ સુધી પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યારે કાલોલ પંથકમાં ઇંટોના ભઠ્ઠા ઉપર તથા છૂટક મજૂરી કરી પેટિયું રડતા અંદાજિત ૩૬૬ જેટલા શ્રમજીવીઓ અને કાલોલ મામલતદાર એકઠાં કરી તમામની આરોગ્ય તાપસ કરી રાજ્ય સ્થાનાંતર મંજૂરી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે તમામને સરકારી બસો દ્વારા સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ના નિયમોનું પાલન કરી ગોધરા રેલવે સ્ટેશન મુકામે છોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ મુસાફરી જે તે શ્રમજીવીઓ એ સ્વખર્ચે કરવાની હતી. ટિકિટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *