રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામની સગીર વયની દિકરી જેની ઉ.વ-૧૭, રાતના આઠેક વાગ્યાના અરસામા ઘરેથી દુકાને જાઉ છુ તેમ કહી નીકળેલ જે દીકરીને મનોજ રમેશભાઇ તડવી,રહે.વાવડી, તા.નાંદોદ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય અને મનોજ ના પિતાજી રમેશભાઇ નવલાભાઇ તડવી એ સગીરાની માતા ને પોલીસ કેસ નહી કરવાનું જણાવી તમારી દિકરી તમને સોંપી દઇશુ તેમ કહી ભોગબનનાર સગીરા બાબતે સાચી હકિકત છુપાવી રાખી ગુનો કરવામા મદદગારી કરતા સગીરાની માતાએ મનોજ રમેશભાઇ તડવી અને રમેશભાઇ નવલાભાઇ તડવી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.