રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં જ્યારે કોરોના મહામારીનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે અને નગરમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે સરકાર સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવા અને ભીડભાડ થી દૂર રહેવાના સંકેત આપી રહી છે. પણ તેવા સમયે ડભોઇ નગરપાલિકામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ થઇ જવાથી નગરમાં વિવિધ સ્થળોએ ” ગટરગંગા ” વહી રહી છે, ઘણી બધી જગ્યાએ કચરા પેટીઓ ગંદકીથી ખદબદી રહી છે, સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની બૂમો પણ ઉઠી રહી છે,રોડ સસ્તા ધોવાઈ ચૂક્યા છે. તેવામાં ડભોઇ નગરપાલિકાના લોકો ને સહાયરૂપ થવા માટેના” હેલ્પલાઇન નંબર- ફરિયાદ કેન્દ્ર ના નંબરો ” લકવાગ્રસ્ત થવાથી મૂંગા મંતર રહેતા નગરજનોને પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવા રૂબરૂ ફરિયાદ નોંધાવા નગરપાલિકાના દ્વાર સુધી ધક્કા- આંટા ફેરા કરવા પડે છે આજે જ્યારે ઓનલાઇન અને ડિજિટલાઈઝેશનના જમાનામાં પ્રજાજનો ને રૂબરૂ ધક્કા ખાવા પડે છે. પરંતુ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓને નગરપાલિકાના લેન્ડલાઈન ફોન ચાલુ કરવામાં કોઈ રસ હોઈ તેમ જણાતું નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. જ્યારે “પંચમહાલ મીરર”ના પ્રેસ પ્રતિનિધિએ જવાબદાર ચીફ ઓફિસર ગરવાલ સાહેબ પાસે પ્રજાજનોની આ મુશ્કેલી બાબતે રૂબરૂમાં સંપર્ક કરી રજૂઆત કરી હતી. પરંતુ જવાબદાર અધિકારીએ અમોએ ટેલીફોન ઓફિસમાં ફરિયાદ કરેલ છે તેવો જવાબ આપી પોતાનો પક્ષ રજુ કર્યો પરંતુ તત્કાલ ફોન નંબરો ચાલુ થાય તે માટે રસ દાખવ્યો નહોતો અને ઉપરથી જણાવેલ કે તમારે આ બાબતે જેમને ફરિયાદ કરવી હોય તે કરી શકો છો.. આમ હાલના સમયમાં પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ બાબતે જવાબદાર અધિકારીઓ બેધ્યાન રહે છે. પરંતુ તેનો ઉકેલ લાવતા નથી અને ઉડાઉ જવાબો આપી જાગૃત નાગરિકો ને રવાના કરી દે છે. આવા ફરજ પ્રત્યે બેદરકાર અધિકારીઓને કોઈનો ડર રહ્યો નથી અને માત્ર એક જ પીપૂડી વગાડે છે કે, ઉપર સુધી રજૂઆતો કરો જેથી અમો કંટાળી ગયેલા હોય અમારી અહીંયા થી બદલી થઈ જાય. પરંતુ જ્યારે એક સરકારી અધિકારી સરકારી ફરજમાં જોડાય છે ત્યારે તે કોઇપણ સ્થળે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા બંધાયેલ છે ત્યારે આવા બેજવાબદાર અધિકારીઓની શાણ ઠેકાણે લાવવા તેમની સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ ,માત્ર બદલીઓ કરી સંતોષ માનવો જોઈએ નહીં.અને તેમણી શાણ ઠેકાણે આવવી જોઈએ તેમજ પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા પ્રયત્નો થવા જોઈએ જ્યારે સ્થાનિક ધારાસભ્ય વિકાસના કામોને વેગ આપી રહ્યા છે અને નગરની આન-બાન-શાન વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આવા અધિકારીઓ “દીવા તળે અંધારું” જેવો ઘાટ ઉભો કરી રહ્યા છે .જેથી વેળાસર પાલિકાતંત્રના ફોન નંબરો તાત્કાળ શરુ થાય અને નગરજનોને પાલિકાના ધક્કા ખાવાની મુશ્કેલી માંથી છુટકારો મળે તેવા પ્રયાસો થવા જોઇએ. અને નગરમાં ઉભરાતી ગટરોઅને કચરાના ઢગલાઓ ની સમસ્યા તાત્કાલિક દૂર થાય એવી નગરમાં માંગ ઉઠી રહી છે.