રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નજીક ૩૭૫ એકરમાં બનાવવામાં આવેલું જંગલ સફારી નેશનલ ઝુ ઓથોરિટી અને સરકારની મંજૂરી બાદ ગરૂવારના રોજ ખુલ્લું મુકાવામાં આવ્યુ છે. આજે ૧ ઓક્ટોબર ૨૦ થી ટ્રાયલ માટે ફરી આજથી ચાલુ કરતા પ્રવાસીઓની ચહેલ પહેલ શરૂ થઇ ગઈ છે અને પહેલા દિવસનો પહેલો કલાક ફૂલ થઈ ૪૮ પ્રવાસીઓને કોવિડ -૧૯ ની ગાઈડલાઈ પ્રમાણે થર્મલ ગનથી ટેમ્પરેચર માપી સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઇઝ કરીને પ્રવસીઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજથી પુનઃ ટ્રાયલ બેઝ માટે જંગલ સફારી ખુલી ગયુ છે. સવારે ૮ થી ૫ વાગ્યા સુધી દર કલાકે ૫૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને સીધો પ્રવેશ આપી જેના માટે એન્ટ્રીથી લઈને વિવિધ ઝોન વાઇસ ૧૫૦ થી વધુ કર્મચારીઓ તૈનાત છે, ૧૦ જેટલી ઈ-કાર પ્રવસીઓને અવર જવર માટે મુકવામાં આવી છે.