રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી માં ૧૨ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી ની કામગીરી થી રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વયમર્યાદા થી નિવૃત થયા છે. ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીને વય મર્યાદા થી નિવૃત થતાં આજરોજ જલારામ હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત ના પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને ન્યાય સમિતિ ના અધ્યક્ષ સોમભાઈ સોલંકી કારોબારી સમિતી ના ચેરમેન સુરેશભાઇ ઠાકોર તાલુકાના સરપંચ શ્રી તલાટી કમમંત્રી અને તાલુકા પંચાયત નો સ્ટાફ હાજર રહ્યા હતા. વયમર્યાદા થી નિવૃત થતાં ગોવિંદ ભાઈ એચ વણકરને અભિનંદન પાઠવ્યા હતા પછાત વિસ્તારમાં એટલે કે રાધનપુર તાલુકામાં સારી કામગીરી નિભાવી આ વિસ્તારની સેવા કરી દરેક અરજ દ્વારા ને હસતા હસતા કામો કરી આપી લોકોના મન અને દિલ જીતી લેનાર આવા કમૅચારી આજરોજ રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે નોકરી પુરી થતાં વિદાય લેતા મોટા સંખ્યા માં વિદાય સમારંભ માં હાજર રહ્યા હતા.