રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી વેચાણના ઓનલાઇન કરવાના પ્રથમ દિવસેજ સવારના છ વાગ્યાથી બસ્સો જેટલા ખેડુતો નો માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે થયો જમાવડો. આ ઓનલાઇન સ્થાનિક ગ્રામ પંચાયતોમાં કરવાની થતી હતી પરંતુ ગ્રામ પંચાયતના વી સી ઇ પોતાની માંગણીઓને લયને હડતાલ ઉપર છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો ઓનલાઇન માટે આવી પહોચ્યા..ખેડુતોએ માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી ની ઓનલાઇન કરવા ઉગ્ર રજુઆતો કરી છે.
હાલ સરકાર દ્રારા મગફળી ખરીદવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કર્યાની જાહેરાત કરિસે પણ કર્મચારીઓ અને વીસીઈ દ્વારા ખડુતોને સહકાર ના મળ્યો હાલતો ખેડૂતોને સવારના છ વાગ્યાથી લાઈનમાં ઉભા રહી થાક્યા ત્યારે જવાબ મળ્યો કે ગ્રામ પંચાયત માં વી.સી.ઇ દ્વારા નોંધણી કરશે ત્યારે વી.સી.ઇ ઓ હડતાલ પર હોવાથી ખેડૂતોને નોંધણી કાયા કરાવવી તેને લાઇ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા.