બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના બ્રિજ ઉપર કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જાહેરાતો ચિતરી હોવાનું દેખાઈ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગની મંજુરી મેળવ્યા વગર સરકારી મિલકતોને પોતાની સમજી જાહેરાતો ચિતરવામાં આવી છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જાહેરાતો ચિતરાવવા માટેની આવી કોઇ પણ પ્રકારની મંજૂરી આપવમાં આવી નથી જેને પણ મંજૂરી મેળવ્યા વગર જાહેરાતો ચિતરાવી છે. તેઓને નોટિસ પાઠવવામાં આવશે અને સરકારી સંપત્તિ પર ચિતરાવેલી જાહેરાતો ને સફેદો મારીને હટાવવામાં આવશે તેવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાતરી અપાઈ હતી.