રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા શહેર માં નગરપાલિકા દ્રારા ચાલતી કામગીરી અને વહીવટી કામગીરી બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા શહેરના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર સાથે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર, જીલ્લા કલેકટર અમરેલી અને પ્રાંત અધિકારી લાઠી ને પણ રજુવાત કરેલ છે. બાબરા શહેર ના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ચીફ ઓફિસરને રજુવાત કરેલ છે કે, સરકાર તરફથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે તેવી કામગીરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ને એટલે કે નગરપાલિકાને કરવાની રહેશે.
ઉપરોક્ત સરકારની યોજના નો લાભ લેવા માટે બાબરા શહેર ના ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોએ આ યોજનાના ફોર્મ માં દર્શાવેલ વિગત મુજબ તમામ આધાર પુરાવા સામેલ હોવા છતાય નગરપાલિકા દ્રારા જે કાય આ બાબતે અભિપ્રાય અમે સાધનીક કાગળો રજુ કરવા ના થતા હોય તે વડી કચેરીઓ ને રજુ કરવા ના થતાં હોય તે જેના લીધે મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. જેથી આપની કક્ષાએ થી આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય અને લોકો હેરાન ન થાય તેની તાકીદ રાખવા અમારી રજુવાત છે. વધુ માં જણાવ્યું હતું કે, બાબરા શહેર માં ચમારડી ના ઝાપે નગરપાલિકા દ્રારા બે મહિના પહેલા સી.સી. રોડ બનાવવા માં આવ્યો છે આ સી.સી. રોડ બે માસ ની અંદર ખરાબ અને ગાબડા પડી ગયેલ હોય જેથી રોફ નું પુરે પુરુ ધોવાણા થઈ ગયેલ હોય જેથી જે તે એજન્સીએ બનાવેલ છે તે એજન્સી ની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા તેમજ આ રોડ ફરી બનાવી આપવા અમારી રજુવાત છે. તેમ જણાવી ઉલ્લેખ કર્યો હતો કે, આ બાબતે અગાઉ પણ આપને મૌખિક રજુવાત કરેલ છે પણ આજ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી અને તે યોગ્ય નથી. બાબરા શહેર માં પીવાનું પાણી ખુબજ ખરાબ અને ડોળુ આવતું હોય જેથી આ પાણી ના હિસાબે લોકો અને બાળકો માં બિમારી ફેલાય અને મોત ના ચિકાર બને તે પહેલા પાણી એકદમ શુધ્ધ અને સાફ આવે તેવી પણ રજુવાત કરેલ છે તેમ જણાવી યોગ્ય કાર્યવાહી કરવા માટે બાબરા ના જાગૃત આગેવાન હારુનભાઈ રજાકભાઈ મેતરે રજુવાત કરેલ છે.