રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરતા પોલીસ એ તપાસ શરૂ કરી
હળવદ શહેર માં માનવતા ને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે હળવદ શહેર મધ્યે આવેલ પોસ્ટ ઓફીસ વિસ્તાર માં કોઈ અજાણ્યા નરાધામ હરામી તત્વો એ અબોલ જીવ એવા શ્વાન (કૂતરા) ની ગોળી મારી કરપીણ હત્યા નો બનાવ સામે આવ્યો છે ત્યારે આ વાત ની જાણ હળવદ ના જીવદયા પ્રેમીઓ ને થતા ઘટના સ્થળે પહોંચી અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃત્યુ પામેલ શ્વાન નું પોસ્ટ મોર્ટમ સહિત ની કાયદાકીય કામગીરી હાથ ધરી છે ત્યારે આવું અમાનવીય કૃત્ય આચરનાર હરામી નરાધમ તત્વો ને પકડી પાડી પોલીસ કાયદા નો પાઠ ભણાવે તેવી જીવદયાપ્રેમીઓ ની લાગણી અને માંગણી છે ત્યારે ભૂતકાળ માં હળવદ માં અનેકવખત ગૌવંશ પર એસિડ વડે અને તીક્સણ હથિયાર વડે જીવલેણ હુમલાઓ થયા છે ત્યારે છાસવારે અબોલજીવો પર થતા અત્યાચારો બંધ થાય તે અંગે ઘટતી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠવા પામી છે.