ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂ. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂ.૩.૦૬ લાખ, ખેરાળી માટે રૂ.૬.૩૯ લાખ, ઉકડીયા માટે રૂ.૪.૮૫, ખંઢેરી માટે રૂ.૬.૬૨, ઉના તાલુકાના પસવાડા માટે રૂ.૧૨.૯૬ લાખ, ખાણ માટે રૂ.૪.૪૬ લાખ, પાણખાણ માટે રૂ.૧.૮૮ લાખ, લેરકા માટે રૂ.૨.૨૩ લાખ, કાણેકબરડા રૂ.૧.૫૯ લાખ, ગીરગઢડા તાલુકાના વડલી માટે રૂ.૧૬.૬૮ લાખ, નીતલી માટે રૂ.૧૪.૨૯ લાખ, આકોલાલી રૂ.૧૪.૮૭, દ્રોણ માટે રૂ.૧૧.૨૧ લાખ, સુત્રાપાડા તાલુકાના ટીંબડી માટે રૂા.૪.૮૩ લાખ, વિરોદર માટે રૂ.૧.૯૧ લાખ, તાલુકાના પીપળવા માટે રૂ.૨૧.૪૯ લાખ, તાલાળા તાલુકાના ભીમદેવળ માટે રૂ.૧૧.૯૨ લાખ, ભોજદે માટે રૂ.૨૪.૯૦ લાખ અને મોરૂકા માટે રૂ.૫૧.૩૧ લાખના પીવાના પાણીના કામો માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે. તેમજ ૧૮૨૪ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ વેરાવળના એન.એચ.રાઠોડ, યુનિટ મેનેજર વાસ્મો વી.એન.મેવાડા, જિલ્લા સંયોજક વાસ્મો ગીર સોમનાથના અલ્કા મકવાણા, નાયબ મેનેજર એમ.બી.બલવા અને આર.એસ.ખાંભલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *