રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી જિલ્લામાં આવેલ બગસરા શહેરમાં સાધુ સમાજ દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપી હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં મંદિરના પૂજારી ઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ આપવા બાબતે બગસરા સાધુ સમાજના ધનસુખભાઈ કુબાવત તેમજ સમાજના અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ રાખી બગસરા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.