રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશ માં કોરોનાની મહામારી ચાલી રહી છે લોકો કોરોનાથી બચવા માટે અલગ અલગ આયુર્વેદિક ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકામાં પણ વધી રહેલા કોરોના વાયરસ ના કેશો ને ધ્યાને લઇ વોલીસન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોરોના વાઇરસ થી બચવા માટેનું સ્ટીમ મશીન નું રાહત દરે વિતરણ કરવામાં કવ્યું હતું આ સ્ટીમ મશીન ઉપલેટા ની આમ જનતાને તેમજ ગરીબ પરિવારોને પરવડે તેવા નજીવા ભાવે ફક્ત ૧૦૦ રૂ ની કિંમતમાં આપવામાં આવ્યા હતા. વોલીસન ફાઉન્ડેશને ઉપલેટા તેમજ તાલુકામાં વધી રહેલા કોરોના વાયરસમાં ઘટાળો આવે અને કોરોના સંક્રમણ ના દર્દીઓને પણ આ સ્ટીમ મશીન દ્વારા ઘર ગથ્થુ ઉપચાર થકી નાશ લેવાથી ફાયદો મેળવી શકે તે માટે આવી સેવાકીય પ્રવૃતિઓ નો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ઉપલેટાના નગરજનો આગેવાનો તેમજ તમામ નાની મોટી સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.