રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોરલેન રોડ ૨ વર્ષ પૂર્વે જ બનાવાયો છે. જ્યારે વેગા પાસે ના ત્રિભેટા નજીક કેટલાક દિશા સૂચક બોર્ડ પવન ની ચાલતે પડી ગયા હોય રાહ દારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ બાઈપાસ રહી કેવડીયા અને બેડેલી છોટાઉદેપુર રહી મધ્યપ્રદેશ જવાનો નો સ્ટેટ હાઇવે આવેલો છે આ રોડ બન્યા ત્યાર થી દિશા સૂચક બોર્ડ
માં ખામીઓ હતી જે થોડો સમય બાદ સુધારાઈ હતી.
પણ હવે આ બોર્ડ ની હલકી ગુણવત્તા ની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ઠેક ઠેકાણે બોર્ડ પડી ગયા હોય રાહદારીઓ ને બોર્ડ ના આધારે કઈ દિશા માં જવું તે માલૂમ પડતું નથી અને રાહદારીઓ ભટકાઈ જાય છે. જ્યારે સ્થાનીક પોલીસ દ્વારા આવાજ એક બોર્ડ ને વેગા સર્કલ નજીક નીચે જ ઊભું કરી દેવામાં આવ્યું છે. આમ તો હાઈવે ઉપરના દિશાસૂચક બોર્ડ હંમેશા ઉપર જ હોય છે.પરંતુ આ બોડૅજોવા માં કારચાલકો મટકાઈ જતા જોવા મળે છે અને વારંવાર આ ત્રીભેટા પાસે ભયાનક એકસીડન્ટ ના બનાવો પણ બનતા રહે છે. પણ એ બોડૅ ૨૦૦ મીટર દૂર આ બોર્ડ લાગેલા હોય જેથી દિશા જાણવામાં સરળતા રહે પણ આ બોર્ડ ધરાશયી થઈ ગયા હોય જેના ટુકડા ડભોઇ વેગા ત્રીભેટ નજીક લાવારીસ મૂકી દેવામાં આવ્યા છે. રાહદારીઓ ને યોગ્ય દિશા માટે આ બોર્ડ પુનઃ સ્થાપીત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.