ખેડા: એકના ડબલ કરી આપવાની લાલચ આપી અમદાવાદની મહિલા સાથે સાડા ત્રણ લાખની ઠગાઈ…

Kheda Latest
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા

અમદાવાદની મહિલાને એક ના ડબલ રૂપિયા કરવા ભારે પડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ નરોડા વ્યાસવાડી શક્તિનગરમાં રહેતા દક્ષાબેન પ્રજાપતિ ડાકોર રણછોડરાયજી મંદિરે દર પૂનમે દર્શન કરવા આવતા હતા તે દરમ્યાન ડાકોર મંદિર પાસે આવેલ એક હોટલ પાસે નરસિંહજી મહારાજ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઇ હતી મહારાજે દક્ષાબેનને કોઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું હતું જેથી દક્ષાબેને પૈસાની તકલીફ પડતી હોવાનું મહારાજને જણાવ્યું હતું જેથી મહારાજે ડાકોર રેલવે ફાટક થઇ ખેતરમાં કોઈના ઘરે આ મહિલાને લઇ ગયા હતા અને ત્યાં પૈસાનો ઢગલો બતાવી તે ઢગલામાંથી મહિલાને રૂ.૫૦૦૦ પ્રસાદી રૂપે આપ્યા હતા ત્યારબાદ આ મહારાજે પંદર લાખ લઇ આવો તો રૂપિયા ડબલ કરી આપીશ તેમ જણાવ્યું હતું જેથી મહિલાએ આટલા બધા પૈસા મારી પાસે નથી તેમ જણાવ્યું હતું ત્યારે મહારાજે મોહનજી નામના મહારાજનો નંબર આપ્યો હતો ત્યારબાદ ૧૫ માર્ચના રોજ દક્ષાબેન સાડા ત્રણ લાખની સગવડ કરી ડાકોર આવ્યા હતા આ મહારાજ ડાકોર સેવાલિયા રોડ પર આવેલ ચેહર માતાના મંદિરે લઇ ગયા હતા છેતરપિંડી કરી રૂપિયા લઇ ખાલી ડબામાં લીંબુ નાળિયેર મૂકી સાત દિવસ પછી ડબો ખોલવાનું કહ્યું હતું સાત દિવસ પછી દક્ષાબેને ડબો ખોલતા ડબામાં એક નાળિયેર અને સાત લીંબુ હતા જેથી પોતાની સાથે છેતરપિંડી થઇ છે તેવું માલુમ પડ્યું હતુ તે દરમ્યાન રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનારા માણસો પકડાયા છે તેવું જણાતા ફોટો જોતા તેમા નરસિંહ મહારાજ બીજો સ્ટીલનો ડબ્બો લાવનાર તેમજ ડબ્બો લઇ ચક્કર મારનારનો હતો જેથી પોલીસ સ્ટેશને જઇ તપાસ કરતા નરસિંહ મહારાજનું સાચુ નામ જગમોહન ઉર્ફે છોટેમોરારી રામપ્રસાદ શાસ્ત્રી (રહે.રખિયાલ ઠાસરા) ડબ્બો લઈ આવનાર વસીમઅલી અસમતઅલી સૈયદ (રહે. આતરસુંબા) હોવાનું જાણવા મળેલ આ સંદર્ભે દક્ષાબેન પ્રજાપતિએ ઠાસરા પોલીસ મથકે જગમોહન ઉર્ફે છોટે ઉર્ફે નરસિંહજી મહારાજ મોરારી રામપ્રસાદ શાસ્ત્રી, વસીમઅલી અસમતઅલી સૈયદ તથા ચેહરમાતાના મંદિરના ભગત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *