લોકડાઉનમાં મામલતદાર કચેરીમાં હીરો મોટો કોર્પ દ્વારા અનાજ કરિયાણાની ગત રોજ જરૂરિયાતમંદ લોકોને ૨૭ કિલોની ૨૫૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત આજ રોજ અમુક જરિયાતમંદ લોકોની ભીડ મામલતદાર કચેરીમાં જામી હતી લોકોમાં આ મુદ્દે અસમંજસ ઉભી થઇ હતી અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનો પણ ભંગ જોવા મળ્યો હતો.
હીરો મોટો કોર્પના એચ.આર.ડી મેનેજર સંજય જોષી તથા મામલતદાર પી.એમ જાદવ, નાયબ મામલતદાર મનોજ મિશ્રાની હાજરીમાં કીટોનું વિતરણ કરાયું હતું. લોકોમાં એવી અફવા ફેલાઈ ગઈ કે શનિવાર રવિવાર ઉપરાંત સોમવારના રોજ પણ આ કીટોનું વિતરણ થવાનું છે તેથી જરૂરિયાતમંદ લોકોઆનો લાભ લેવા મામલતદાર કચેરીમાં ઉમટ્યા હતા. લોકોએ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનો પણ ભંગ કર્યો હતો ત્યારે કાલોલ તાલુકાના એ.એસ.પી પૂજા યાદવએ લોકોને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરાવડાવ્યું તેમજ ભીડને રવાના કરાઈ.