રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ની કરજણ કોલોની માં ઘરફોડ ચોરી ની ઘટના બનતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દર્શનાબેન ચીમનભાઇ રૂપાલા રહે . યુનીટ બી -૨ રૂમ નં -૭ જ્યુડીશ્યલ કરજણ કોલોની,વડીયા, રાજપીપળા એ આપેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો ચોર એ તેમના રૂમના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી માથી લેડીજ પર્સ માં મુકેલ રોકડા રૂપિયા રપ૦૦ ચોરી કરી તેમજ કોલોનીમાં રહેતા યુનીટ ૧ રૂમ નંબર ૦૩ રહેતા નિરવકુમાર પ્રદીપભાઇ રાવલ ના મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ફ્રીજ ઉપર મુકેલ ચાંદીની વીટી નં -૧ કિમત રૂપિયા પ૦૦ ગણી શકાય તથા બેડરૂમમાં લોખંડના કબાટમાં મુકેલ સોનાની નાકમાં પહેરવાની નથ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૨૦૦૦ ગણી શકાય જે કુલ કિંમત રૂપિયા ૨૫૦૦ ની ચોરી કરી કુલ કિમત .૫૦૦૦ મતાની ચોરી કરી તેમજ કોમલબેન મંગલદાસ મકવાણા તથા હિરેનકુમાર કાંતીભાઈ પટેલ ના મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ગુનો કરતા રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે. કેસ ની તપાસ પી.એસ.આઈ.એમ.બી.વસાવા કરી રહ્યા છે.