રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
એક તરફ અમુક વિસ્તારો માં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણી ના બગાડ થી લોકો માં ભારે રોષ
પાલિકા તંત્ર વેરા વધાર્યા બાદ પણ શહેરીજનો ને પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોય તેમ જણાય છે
રાજપીપળા નગર પાલિકા ની પાણી ની મુખ્ય લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું હોવા છતાં ઘણા દિવસ થી લીકેજ પાણી બાબતે પાલિકા તંત્ર જાણે અજાણ હોય એમ જણાય છે.ત્યારે વેરા વધારવા છતાં કેટલાંક વિસ્તારો માં પડતી પાણીની તકલીફ બાબતે કાયમી ઉકેલ આવતો નથી અને નવા કામો મંજુર કરાવવામાં જ જાણે રસ હોય તેમ લોકોને પડતી તકલીફ નજર અંદાજ કરાઈ રહી છે જેમાં હાલ કાર માઈકલ પુલ પર ની મુખ્ય પાણીની લાઈન એક અઠવાડિયા કરતા વધુ સમય થી લીકેજ જોવા મળતા તેમાં થી રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું છે.આમ પણ રાજપીપળા શહેર માં સ્ટેટ સમયની પાણી ની લાઈનો છે જે સડી ગઈ હોય વારંવાર તેમાં લીકેજ ની તકલીફ આવતા પાલિકા દ્વારા ખાડા ખોદી રિપેરેશન કરાય છે જેમાં માર્ગો પર ખોદકામ થતા લાંબા સમય સુધી માર્ગો પણ ઉબડ ખાબડ હાલતમાં થઈ જતા હોય પાલિકા તંત્ર પાણીની લાઈનો બાબતે ગંભીરતા થી નિર્ણય લઈ લીકેજ માં હજારો લીટર પાણી નો બગાડ અટકાવે તે જરૂરી છે.