રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
સમગ્ર બનાવની હકીકત વાત કરીએ તો મહિસાગરના કડાણામાં આવેલ ઢીંગલવાડા ગામમાં આજથી ૩૦ વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ મૃતક મંગુબેનના લગ્ન રણછોડભાઈ સાથે કરવામાં આવ્યા હતા લગ્ન કર્યા ત્યારથી જ પતિનો ત્રાસ હોવાની ફરિયાદ અવાર નવાર પિયરમાં કરતી હતી એકવાર પતિના ત્રાસથી કુવામાં પણ કુદી પડ્યા હતા પડી હતી પરંતુ બચાવી લીધા હતા ત્યાર બાદ એક વર્ષ જેવું પોતાના પિયરમાં પણ રહ્યા હતા અને સમાજના રીત રિવાજ મુજબ છૂટાછેડા પણ લીધા હતા પણ એક વર્ષના અંતે ફરી સમાજના આગેવાનોને ભેગા કરી સમાધાન કરી ઢીંગલવાડામાં જ પોતાનો ઘર સંસાર માંડ્યો હતો પણ કોને ખબર આનો અંત આટલો ખરાબ આવશે. અચાનક એક દિવસ તેઓના પતી દ્ધારા પત્નીના પિયરમાં આવી તેમના ભાઈને જણાવવામાં આવે છે કે તમારી બહેન ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી કોઈને કહ્યા વગર કયાંક ચાલી ગઈ છે.
પિયર પક્ષવાળા માણસો અને એ હત્યારો પતિ રણછોડભાઈ મોતીભાઈ ડામોર જોડે મૃત જનાર બહેનની શોધખોળ કરવાનો ડોળ કરવા લાગ્યા હતો ક્યારેક આ ગામ તો ક્યારેક બીજા ગામ અંતે પિયર પક્ષ વાળા લોકો ચાર પાંચ દિવસ શોધી થાક્યા બાદ પોલીસ ફરિયાદ આપવા જણાંવ્યુ ત્યારે આરોપીએ જાતે જ પોતાની પત્ની ગુમ હોવાની અરજી ડિટવાસ પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને એના બીજા દિવસે જ લીમડાના ઝાડ પરથી ઢીંગલવાડા ગામેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલ હતો જેની જાણ મૃત જનાર બેનના પિયરમાં અને ડિટવાસ પોલીસને થતા તેઓ સ્થળ પર આવી પોહચ્યાં હતા લાશમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી અને કોહવાઈ ગયેલી હોઈ લાશની ઓળખ કરવી ઘણી મુશ્કેલ હતી પણ મૃતક ની સાડી અને હાથમા પહેરેલ બંગડીઓ પરથી મૃતકની ઓળખ પિયર પક્ષના માણસો દ્ધારા કરવામાં આવી હતી શરૂથી જ પિયર પક્ષના માણસોનો મૃત જનાર બહેનના પતી પર આક્ષેપ હતો જેને લઈ તેઓએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે ડિટવાસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. સી. પારગી દ્ધારા પિયર પક્ષના માણસોને સમજાવવામાં આવ્યા હતા અને સચોટ તપાસ કરવાની ખાત્રી આપી હતી ત્યારે લાશ ને લીમડા પરથી ઉતારી પોસ્ટમોટર્મ માટે ડિટવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ મૃત જનાર ના ભાઈ દ્ધારા ડિટવાસ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ લખાવવામાં આવી હતી જેમાં આત્મહત્યા તેમજ દુષ્પેરણની ફરિયાદ લખાવવામાં આવી હતી જેના આધારે ડિટવાસ પોલીસ દ્ધારા આરોપી ની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
મૃતક મહિલાના પતિ રણછોડભાઈની ધરપકડ કરી ઘનિષ્ટ અને આકરી પુછપરછ કરતા તે અંદરથી ભાગી પડેલો અને અંતે ગુન્હાની જાતે કબૂલાત કરેલ કે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મારે મારી પત્ની સાથે બોલાચાલી થતા મે મારા ઘરમાં પડેલ લાકડી મારી પત્નીના માથામાં મારતા તે સ્થળ પરજ ઢળી પડેલ અને મરણ પામેલ હતી અને ત્યારબાદ હવે શુ થશે એ વિચારે તેણે લાશને સગેવગે કરવા પોતાના પુત્ર અલ્પેશ તેમજ પોતાના ભત્રીજા નરેશભાઈ ખુમાભાઈ ડામોર ને તે રાત્રે જગાડી સમગ્ર બનાવની હકીકત જણાવી લાશને સગેવગે કરવા માટે બંને ને વિશ્વાસમાં લઈ પોતાના ઘરથી દોઢ કિલોમીટર દૂર જંગલમાં લીમડાના ઝાડ પર તેઓએ પહેરેલ સાડી દ્ધારા ગળે ફાસો આપી લટકાવી દીધેલ જેવી કબૂલાત ડિટવાસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. સી. પારગી તપાસ કરતા હતા ત્યારે કબુલતા આરોપીઓ વિરૂધ્ધ ડિટવાસ પોલીસ સ્ટેશનમાં આઈ પીસી કલમ ૩૦૨ , ૨૦૧, ૧૧૪ મુજબની કલમોનો ઉમેરો કરી આરોપીઓનો કોવીડ ૧૯ નો ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવી છે છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે
પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ પિયર પક્ષ વાળાઓને તમારી બહેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયા હોવાની જાણ કરી હતી પિયર પક્ષના માણસોને સાથે રાખી પત્નીની શોધખોળ કરતા હોવાનું નાટક ભેજાબાજ પતી દ્ધારા કરવામાં આવ્યું હતું પિતા દ્ધારા માતાની હત્યા કરવામાં આવી બાદ પુત્ર દ્ધારા જ માતાની લાશને સગેવગે કરવાનો ગુન્હો ડિટવાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો.