રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જુનાગઢ એલ.સી.બી પોલીસે તપાસમાં ઢોરમાર માર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માંગ..
કેશોદ તાલુકાના મઘરવાડા ગામે રહેતા યુવાન નવનીતભાઈ લાખાભાઈ હેરભા ઉ.વ.૨૫ એ ગામમાં આવેલાં પાતાળ કુવામાં કુદકો લગાવી મોતને વહાલું કર્યું છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં મઘરવાડા ગામે સમાચાર પ્રસરી જતાં ગામનાં આગેવાનો અને ગામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભા નાં પરિવારજનો એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જુનાગઢ એલસીબી પોલીસ અમારાં ગામનાં દશેક યુવાનો ને ગુનાની તપાસ સબબ છેલ્લાં એક સપ્તાહ થી લઈ જતાં હતાં અને ઢોરમાર મારી છોડી મુકતાં હતાં. જુનાગઢ એલસીબી પોલીસે ઢોરમાર મારતાં કંટાળી મોતને વહાલું કર્યું હોવાનું પરિવારજનો એ જણાવ્યું છે. કેશોદ તાલુકાના મઘરવાડા ગામનાં આગેવાનો અને ગ્રામ્યજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી જુનાગઢ એલસીબી નાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સંભાળવામાં નહીં આવે. કેશોદ સરકારી દવાખાને યુવાનનો મૃતદેહ લાવવામાં આવતાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. કેશોદ તાલુકાના મઘરવાડા ગામનાં અન્ય યુવાનો ને જુનાગઢ એલસીબી પોલીસે ઢોરમાર માર્યો છે એવાં પાંચેક યુવાનો કેશોદ સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા જુનાગઢ એલસીબી પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરી છે. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભા નાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું છે. કેશોદ સરકારી દવાખાને કોઈ અગમ્ય ઘટના બને નહીં એ માટે કેશોદ ડીવાયએસપી, પોલીસ નાં કાફલા સહિત જુનાગઢ પોલીસ ખડકી દેવામાં આવી છે. કેશોદ સરકારી દવાખાને મઘરવાડા ગામનાં ગ્રામ્યજનો અડગ રહેતાં રાજકીય આગેવાનો ની હડીયાપટ્ટી વધી ગઈ હતી. કેશોદ તાલુકાના મઘરવાડા ગામે શોકનું મોજું ફરી વળ્યું છે
મઘરવાડા મૃતક યુવાનનાં પરિવારજનોને આપી ન્યાયીક તપાસ ની ખાત્રી…
કેશોદ તાલુકાના મઘરવાડા ગામે બનેલી દુઃખદ ઘટના નાં સમાચાર મળતાં આહિર સમાજના આગેવાનો અને યુવાનો કેશોદ સરકારી દવાખાને પહોંચી ગયા હતાં. મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભા અને તપાસમાં ઢોરમાર માર્યો હતો એવાં સરકારી દવાખાનામાં દાખલ થયેલાં યુવાનો ને ન્યાય અપાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. કેશોદ ડીવાયએસપી અને પોલીસ અધિકારીઓ સાથે આહિર સમાજના આગેવાનો એ ચર્ચા વિચારણા કરી એવું જાહેર કર્યું હતું કે મૃતકના પરિવારજનો અને સારવાર મેળવી રહેલાં યુવાનો નાં નિવેદનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મૃતક નવનીતભાઈ લાખાભાઈ હેરભા નાં મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનો ને સોંપવામાં આવ્યો હતો. કેશોદના મઘરવાડા ગામે બનેલી ઘટના નો સુલેહ ભર્યો ઉકેલ આવતાં તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.