રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ માં ટિંબી ફાટક નજીક જે.જી. બાયોડીઝલ ટિંબી ફાટક પાસે આવેલ પંપ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં દ્વારા વેપારી પ્રાથમીક સુવિધા પૂરતી પહોંચવાથી તેમજ બાયોડિઝલ બજાર કરતાં ઓછા ભાવે ડીઝલ વેચતા હોય જેની ગુણવતાની ચકાસણી માટે મામલત દાર જય પટેલ દ્વારા કરવામાં આવી હતી.તે પંપ ઉપર થી ડીઝલના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ મામલતદારની સુચના મુજબ જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પંપ બંધ રાખવા નું સૂચન કરવામાં આવ્યું હતું.ડીઝલ અને પેટ્રોલ વિના વાહન ચલવું મુસકેલ પડે છે ત્યારે હાલ મોઘવારી ના સમય માં ડીઝલ પેટ્રોલ ના ભાવો ઊચાઇ ના શિકારે પહોચી રહ્યા છે ત્યારે કેટલીક કંપનીઓ દ્વારા વાહનો ચાલવા માટે બાયોડીઝલ ને સરકાર દ્વારા માન્યતા અપાઈ હોવાના પરીપત્રો બતાવી પ્રાથમીક સુવીધા જેમાં બાથરૂમ, ફાયર સેફ્ટી, તેમજ ખુલ્લી જગ્યા માં કન્ટેનર ટાંકી મૂકીકવી ગીરી પ્રાથમિક સુવિધાઓ હોવી અનિવાર્ય હોય છે પરંતુ આ પંપ માલિક દ્વારા આ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. બાયોડિઝલ નો વ્યવસાય કરતા અને ડભોઇ પંથક માં પણ આવા કેટલાક પંપ ખૂલી ગયા છે જેને કારણે મોટી કંપનીઓ ના ઉચ્ચ ગુણવત્તા વાળા ડીઝલ પેટ્રોલ વેચતા વેપારીઓ ને આર્થીક ફટકો પડી રહ્યો છે અને ડીઝલ પેટ્રોલ ના વેપારીઓ એ આ માટે વિરોધ્ધ પણ નોંધાવ્યો છે.
ત્યારે ડભોઇ તાલુકા મામલતદાર જે.એન. પટેલ દ્વારા આ ચેકિંગ કરી ડીઝલ ના સેમ્પલ લઈ એફ.એ.સેલ ને મોકલી આપ્યા હતા. અને પંપ માલીક ને સૂચના અપાઈ હતી કે જ્યાં સુધી ડીઝલ સેમ્પલ ના રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડીઝલ નો જથ્થો વહેચવો નહીં. સાથે સાથે સરકાર દ્વારા આ ડીઝલ ને માન્યતા મળી છે કે કેમ તે પણ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ ડીઝલ પંપ ના માલીકો પ્રધાન મંત્રી ના ફોટા લગાવી બાયોડીઝલ ને માન્યતા મળી હોવાનું પુરવાર કરતાં હોય તેમ જણાઈ આવ્યું.છે. ડભોઇ માં ચાલતા બાયોડિઝલ ના પંપના ડીઝલ યોગ્ય ગુણવત્તા વાળા નહીં હોય તો સીલ મારવા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ મામલતદાર દ્વારા જણાવાયું છે. આ સાથે નગરમાં એક પણ ચર્ચા ચાલી રહી છે કે કેટલાક પંપ માલિકો દ્વારા પોતાના પેટ્રોલ પંપ પર નોર્મલ અને પાવર પેટ્રોલ બંને પેટ્રોલનું વેચાણ થતું હોય છે. પરંતુ આ બંને વચ્ચે ના ભાવ માં ત્રણ થી ચાર રૂપિયા નો ભાવ ફરક રહેતો હોય છે અને કેટલાક પંપ માલિકો તો માત્ર ” પાવર પેટ્રોલ ” વહેચવા માં જ રસ ધરાવતા હોય છે પંપ માલિકો પાસે બંને પ્રકારના પેટ્રોલ હોવા છતાં પણ કહેવામાં આવે છે કે માત્ર ” પાવર પેટ્રોલ ” જ છે શું ખરેખર એ લોકો પાસે નોર્મલ પેટ્રોલ નથી હોતું કે પછી આ ” પાવર પેટ્રોલ ” વેચવા પાછળ પંપ માલિકોનું કમિશન તગડું હોય છે ? માટે આમ કરે છે કે પછી ખરેખર નોર્મલ પેટ્રોલ નો જથ્થો નથી હોતો કે પેટ્રો એજન્સી દ્વારા કહેવામાં આવે છે. આમ કરી ને પ્રજા પાસેથી વધુ રૂપિયા કઢાવવાની એક રમત છે. આ માટે પણ સરકારે અને જવાબદાર અધિકારીઓએ તેની યોગ્ય તપાસ કરી પ્રજાને લૂંટાતા અટકાવવા જોઈએ એ ચર્ચા પણ નગર માં ચાલી રહી છે.